Sorry, nothing in cart.
આત્મિક પરિચય
ૐકાર સંપ્રદાયના આર્ષદૃષ્ટા અને સ્થાપક મંત્રયુગપરિવર્તક પ.પૂ. સંતશ્રી સદગુરુ ૐઋષિ ખરેખર એક વિરલ વ્યક્તિ છે. આજના ભાગદોડભર્યા સમયમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે ઘેરાયેલા દરેક મનુષ્ય માટે ૐઋષિ આશાનું એક કિરણ અને તારણહાર સમાન છે.
અનેક પ્રકારની શારીરિક મર્યાદાઓ અને અવરોધો વચ્ચે રહીને પણ તેમણે કઠિન તપ અને સાધનાઓ દ્વારા ઉચ્ચતમ આધ્યાત્મિક સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. ૐકારની દિવ્ય કૃપા અને સ્વયંની આધ્યાત્મિક સિદ્ધિઓ તેમજ શક્તિઓના સંગમથી આજે તેઓ લૌકૂક અને અલૌકિક જગતની ઊંચાઇઓને સ્પર્શ કરી રહ્યાં છે.
ઓરાશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર અને સામૂહિક શાસ્ત્રની મહાનતમ સિદ્ધિઓ તેમણે હાંસિલ કરી છે. પ.પૂ. સંતશ્રી ૐઋષિએ દરેક મનુષ્યને આદિ, વ્યાધિ અને ઉપાધિ એમ ત્રિવિધ તાપોની પીડામાંથી મુક્ત કરવા માટે ૐકાર સંપ્રદાયની સ્થાપના કરી છે જે અંતર્ગત એક જ છત હેઠળ કોઇપણ જાતિ કે ધર્મની વ્યક્તિઓ ૐકારની સાદના અને ઉપાસના કરી શકે છે તેમજ આત્મની આંતરિક શાંતિ, પરમાનંદ પ્રાપ્ત કરી શકે છે.
ૐઋષિના હજારો અનુયાયીઓ માટે તે એક સાચા સંત અને તેમના જીવનમાં સુખના પ્રકાશ પાથરનાર બની રહ્યાં છે.
English
French
German